104 - શબ્દ નદીને સામે કાંઠે / તુષાર શુક્લ


શબ્દ નદીને સામે કાંઠે અર્થપરીનું ઘર
સામે કાંઠે ફૂલ ખીલે ને આ કાંઠે ઝરમર

શબ્દો શબ્દો રે શબ્દો ગાંડાતૂર
શબ્દો શબ્દો રે શબ્દો ઘોડાપૂર
પીગળે હૈયું રે હોય પાસ કે દૂર
પ્રેમમાં શબ્દો રે શબ્દો નહિ પણ સૂર.

કમાડ પરની ચલ્લી બોલે
લાભ શુભ ને લાભ શુભ ને લાભ શુભ ને...
કમાડ પરની ચલ્લી બોલે
લાભ શુભ ને લાભ શુભ ને લાભ શુભ ને...

કમાડ પર તો લાભ શુભ
ને દિવાલ કાંપે થરથર
હોઠ હસે ને હૈયું રડતું
કેવું રમતાં ઘર ઘર!

આકાશમાંથી ઉતર્યા ને ઓલ્યા શબ્દનુપૂર
ઉતર્યા એવા નોતર્યા રે બોલ્યા મીઠું મધુર.

બોલ્યા બોલ્યામાં વળી બાંધ્યા રે
એના ઝળહળતા નૂર.
બાંધ્યા સાંધ્યા ને ગયા જોવાં રે
જાણે ઉડ્યાં કપૂર.

દિવાલ પર કંકુના થાપા
સાથમાં જીવવું સરભર
આમ જૂઓ તો એક છાપરું
આમ જૂઓ તો અંતર

શબ્દ નદીને સામે કાંઠે અર્થપરીનું ઘર
સામે કાંઠે ફૂલ ખીલે ને આ કાંઠે ઝરમર.


0 comments


Leave comment