36 - રૂમ નંબર પાંચ તારી યાદ લઈને બૂક છે / દિનેશ કાનાણી


રૂમ નંબર પાંચ તારી યાદ લઈને બૂક છે,
વરસો જૂની એક-બે ફરિયાદ લઈને બૂક છે !

આમ તો મળતો નથી આ રૂમ નંબર પાંચ પણ,
એક અંગત આગવો અપવાદ લઈને બૂક છે !

ત્યાંથી દરિયો સાવ સીધો ને સરળ દેખાય છે,
ખાસ કારણ એ જ બસ એકાદ લઈને બૂક છે !

“એક, બે કે પાંચ ગણુંયે આપશું ભાડું અમે,”
એમ એવા રોકડા સંવાદ લઈને બૂક છે !

વાહ ! કેવી મોજ આવી રૂમ નંબર પાંચમાં,
એકસરખી બેઉની આ દાદ લઈને બૂક છે !


0 comments


Leave comment