37 - પૂછું કોને હું હથેળી ધરીને / દિનેશ કાનાણી
પૂછું કોને હું હથેળી ધરીને
ક્યાં ગઈ છે આ લકીરો સરીને !
રોજ હું મળવા તને આવવાનો
એકસો ને આઠ દરિયા તરીને !!
ચાંદામામા જાય છે ક્યાં સવારે
બાળકો પૂછે વહાલી પરીને !
પ્રશ્ન મારો છે અને છે બધાનો
શું ગણે છે પાંદડા ફરફરીને ?
હા, સમયસર કાલ પણ આવજે તું
આપવા છે ફૂલ ખોબો ભરીને !
0 comments
Leave comment