39 - ગામ આખું હીબકાંઓ ભરે છે / દિનેશ કાનાણી
ગામ આખું હીબકાંઓ ભરે છે,
એક મવાલી ટુચકાઓ કરે છે !
એક સરખી ભાવનાથી કરે છે,
કામ કપરું કાંસકાઓ કરે છે !
ઘરનાં સભ્યો હોય છે સરભરામાં,
જેમનાથી પારકાંઓ ડરે છે !
ખિસકોલી કે પતંગિયાંઓ થઈ,
આંગણામાં ભૂલકાંઓ ફરે છે.
આંસુઓમાં એમ સપનાં સરે કે
સરવરોમાં હોડકાંઓ તરે છે !
0 comments
Leave comment