42 - ટોળટપ્પા મારવાનું બંધ કર / દિનેશ કાનાણી
ટોળટપ્પા મારવાનું બંધ કર
આ સમયને હાંકવાનું બંધ કર
એક દિવસ રણ તરફ એ લઈ જશે
ડાળ લીલી કાપવાનું બંધ કર
વિશ્વ આખું હું સમાવી લઉં એમાં,
તું હૃદયને માપવાનું બંધ કર
લઈ શકું હું એટલો ખાલી નથી
તું સલાહો આપવાનું બંધ કર !
છે ખરેખર એ જ તો તારો વિજય
તારા મનથી હારવાનું બંધ કર !
0 comments
Leave comment