43 - રોજ નાટક કરે છે સૌ પડદા વગર / દિનેશ કાનાણી
રોજ નાટક કરે છે સૌ પડદા વગર
ક્યાં સુધી આમ મળવું ઉમળકા વગર
પર્વતો, વૃક્ષ, ઝરણાં, સમંદર નદી
એમ હું પણ જીવું છું અપેક્ષા વગર
આભ જોતા નથી કોઈ વરસાદમાં
સૂર્ય ગમતો નથી દોસ્ત ! તડકા વગર
એટલે ભૂલતાં આવડે છે તને
તેં શીખ્યું છે બધું સાવ ઘૂંટ્યા વગર
શું કહું એમની એ અદાને હવે !
સ્મિત આપે મને આંસુ લૂછ્યાં વગર !!
0 comments
Leave comment