45 - ચાંદ, સૂરજ, તારલાઓ આવશે / દિનેશ કાનાણી
ચાંદ, સૂરજ, તારલાઓ આવશે,
સાદ દઉં તો ઝાંઝવાંઓ આવશે !
તું ઉઘાડાં બારણાંઓ રાખ મા,
પાનખરનાં પાંદડાંઓ આવશે !
ફોન કરજો, શ્વાસ અટકે એટલે !
કાંધ દેવા દીકરાઓ આવશે !
અડકો દડકો દહીં દહુકો એટલું;
ગણગણો ત્યાં ભૂલકાંઓ આવશે.
0 comments
Leave comment