12 - ભાન હોય છે / કિરણસિંહ ચૌહાણ


નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે,
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.

તેઓ સુખી છે જેમને બીજાના દુ:ખ મહીં,
દુ:ખી થવાનું દોહ્યલું વરદાન હોય છે.

મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું?
દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે.

હાથે કરીને ગૂંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.

ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.


0 comments


Leave comment