13 - હિંમત રાખજે / કિરણસિંહ ચૌહાણ


છાતીમાં થોડીક હિંમત રાખજે,
આ ધબકતાં ઉરની ઇજ્જત રાખજે.

જે તને બસ જાગતો રાખી શકે,
એક તો એવી મુસીબત રાખજે!

હોય, અંગતનાય અંગત હોય છે,
ખાનગી થોડીક બાબત રાખજે.

સુખ અને દુ:ખ બેઉના દર્શન થશે,
આયનો જોવાની આદત રાખજે.

આ કલુષિત યારી કરતા તો સખા,
એકદમ ચોખ્ખી અદાવત રાખજે.


0 comments


Leave comment