14 - જલસો કરીએ / કિરણસિંહ ચૌહાણ
બે વાતોનો ખર્ચો કરીએ,
કોઈ પણ રીતે જલસો કરીએ.
નથી જવું તો ચિંતા છોડો,
જવું જ છે તો રસ્તો કરીએ.
ગફલત થઈ ને લપસ્યો એ તો,
આવો, એને બેઠો કરીએ.
પથ્થર થઈ બેઠી છે પીડા,
ચલ, ભાંગીને ભુક્કો કરીએ.
ખૂબ મજાનો વિચાર આવ્યો,
આવ્યો છે તો વહેતો કરીએ.
0 comments
Leave comment