15 - કોણે ના પાડી! / કિરણસિંહ ચૌહાણ


વાવો સપનું વાવો, કોણે ના પાડી!
ને સપનામાં આવો, કોણે ના પાડી!

વધશે રોચકતા મારા હર અનુભવની,
ખૂબ મને હંફાવો, કોણે ના પાડી!

અડગ છું મારા નિશ્ચય પર પણ તેમ છતાં,
આવીને સમજાવો, કોણે ના પાડી!

મારી સાથે ફાવે એને ફાવે છે,
થોડી પળ વીતાવો, કોણે ના પાડી!

`ઝેર સમું જીવન દઉં છું, જીવી લેશે?'
મેં પણ કીધું `લાવો...' કોણે ના પાડી!


0 comments


Leave comment