17 - મોકલે / કિરણસિંહ ચૌહાણ


સાવ નાનકડી એ ચિઠ્ઠી મોકલે,
એમાં ઊર્મિઓની આંધી મોકલે.

એવું અજવાળું છે એના રૂપનું,
રાતને અડધેથી પાછી મોકલે.

એ મરણ પણ મોકલે કેવું ખબર!
એમાં અડધો `સ' ઉમેરી મોકલે.

પૃથ્વી ચારેબાજુથી ખુલ્લું મકાન,
શાને માટે તાળાં-ચાવી મોકલે?

એવાં પણ છે વૈભવી લોકો અહીં,
મોતને લેવાય ગાડી મોકલે.


0 comments


Leave comment