18 - થયું છે / કિરણસિંહ ચૌહાણ


રગ રગમાં તોફાન થયું છે,
ત્યારે થોડું ભાન થયું છે.

અધકચરી આ ઊંઘની વચ્ચે,
સપનું બહુ હેરાન થયું છે.

કાજળભીનો પંથ કાપતા,
આંસુ ભીનેવાન થયું છે.

માછલીઓને રમવા માટે,
પાણીનું મેદાન થયું છે.

રડતાં રડતાં હસી પડયાં ત્યાં,
આંસુનું સન્માન થયું છે.


0 comments


Leave comment