19 - ટાળો / કિરણસિંહ ચૌહાણ


સતત મળવું હવે ટાળો,
કદી રાખી જુઓ ગાળો.

અહીં તો રેતનો દરિયો,
અહીં શું કાંકરીચાળો?

આ થડને વૃક્ષ કહેવાશે?
જરૂરી હોય છે ડાળો.

તમારા ખુદના જીવનમાં,
તમારો કેટલો ફાળો?

નથી દુ:ખ કાયમી કોઈ,
નકામો જીવ ના બાળો.


0 comments


Leave comment