20 - થઈ જાય છે / કિરણસિંહ ચૌહાણ


એક વ્યકિત જો અચલ થઈ જાય છે,
તો ઘણાની દડમજલ થઈ જાય છે.

હું કરી શકતો નથી મારી નકલ,
જ્યારે કરવા જઉં, અસલ થઈ જાય છે.

કોઈ વેળા કોઈને કીધા પછી,
આપણી પીડા ડબલ થઈ જાય છે.

જે હજી તો મનમાં પ્રગટયા પણ નથી,
એ વિચારો પર અમલ થઈ જાય છે.

આમ તો છે સાવ સાદા શબ્દ પણ...
હું લખું ત્યારે ગઝલ થઈ જાય છે.


0 comments


Leave comment