21 - ક્યાં જઈ રહ્યાં? / કિરણસિંહ ચૌહાણ


પૂછી જુઓ આ જાતને કે કયાં જઈ રહ્યાં?
કોના ઈશારે આપણે આગળ વધી રહ્યાં?

જન્મોજનમના કોલ તને દઈને શું કરું?
જ્યાં એક ભવના વાયદા ખોટા પડી રહ્યા!

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,
રોઈ શકાય એટલા આંસુ નથી રહ્યાં.

પામ્યા જબાન તોય કશું બોલતા નથી,
ખુદના જ શબ્દ જેમને કાયમ નડી રહ્યા.

ભૂલી ગયા કે બ્રહ્મ તણા અંશ છો તમે?
ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યાં!


0 comments


Leave comment