24 - દોડવું / કિરણસિંહ ચૌહાણ


સ્વપ્ન ઉખેડીને બીજે ખોડવું,
એટલું સહેલું નથી ઘર છોડવું.

સર્વ ચીજો જોડવી અમને ગમે,
બસ ગમે નહિ હાથ કાયમ જોડવું.

આ તરસનો બોજ માથે ઊંચકી,
ક્યાં સુધી વેરાન રણમાં દોડવું?!

દોસ્ત, પગમાં સાંકળો સારી નહીં,
તૂટવું સંભવ ન હો તો તોડવું.

બહુ વધારે રાહ જોવામાં `કિરણ',
છોડવું' થઈ જાય છે `તરછોડવું'.


0 comments


Leave comment