25 - સારું લાગે? / કિરણસિંહ ચૌહાણ


આંખ મીંચીને `દોડો.. દોડો..' સારું લાગે?
રોજ ઊઠીને આ વરઘોડો! સારું લાગે?

નાલાયક છે મન તો એને તડકે મૂકો,
એ શું કાયમ ઢાંકપિછોડો, સારું લાગે?

ગાંઠ હવે બંધાઈ ગઈ છે રહેવા દ્યોને?
અહીંથી છોડીને ત્યાં જોડો, સારું લાગે?

નક્કામી ઈચ્છા, વાતો, પીડા, મૂંઝવણમાં,
મગજ કસો ને માથું ફોડો, સારું લાગે?

તુજ આંખોથી સ્નેહસ્વરૂપે ઝરમરશે તો,
અમેય પીશું આસવ થોડો... સારું લાગે.


0 comments


Leave comment