11 - ’લ્યા જીવ / દલપત પઢિયાર


લ્યા જીવ !
હેંડ્ય તા,
જરા જોડામાં ચૈડ મેલાઈ જોઈએ !
આટલું બધું ચાલ્યા
પણ કશો અમલ તો ચડ્યો નહીં.
લે,
બીડીના બેચાર હડાપા ખેંચી કાઢ
આમેય તે
આપણા આંટાફેરાનો કશો અરથ નથી.
ગોફણ પથરા
પાછા ખેતરમાં જ પડતા હોય છે
ચાડિયાને શું ?
એને ચરવું નહીં કે ચાલવું નહીં !
-મેલ દેવતા !!


0 comments


Leave comment