19 - આ મન / દલપત પઢિયાર


સ્વસ્થ છું
કે વ્યસ્ત છું ?
કશી જ સમજ પડતી નથી.
આ મન,
ક્યારેક મૂળિયાંનો ભારો લઈને
ધૂણે છે
તો ક્યારેક
મોગરાનો ખૂંપ મેલીને
મા’લે છે.
કદીક રસ્તા વચ્ચે અટકી
એકાદ પથરાને એકીટસે જોયા કરે
ને થોડીવાર પછી
જળધારીની જેમ ટપકવા માંડે, એ !
કશુંય લીલું ન થતું હોય
ને તોય
એને મન સદા એમ કે
અમે વન ઊછેર્યો !
મનેય વેચીને મમરા ખાય
એવું આ મન
મન મૂકીને મળતું જ નથી ને !
શું કરીએ ?


0 comments


Leave comment