1.38 - ધારો કે / મુકેશ જોષી


ધારો કે આંખોને ખૂણે ઢોળાય
કદી મેઘધનુષ જેવા ઉમંગો, (તો)
તમે સ્વપ્નો કિયા રંગે-રંગો
બોલો તમે સ્વપ્નો કિયા રંગે-રંગો...

ધારો કે તમને એક ડાળખી ફૂટે,
રહે ડાળખીને કૂંપળના ગર્ભ
કિઇ તે કૂંપળને ગળથૂથી પિવડાવો
કિઇને સાકરના અર્ક
આભને પંખી જો ઓછાં પડે
કઈ બાજુ પહેરાવશો પતંગો... ધારો કે

ટીપુંય મૂકવાની જગ્યા ન હોય
કહે ચોમાસું બારણાં ઉઘાડો
કિયા ખૂણે તમે વીજળી મૂકો
કિયા ખૂણામાં વાદળાં સુવાડો
એમાંય બારણે પલ્લળતા ઊભા હો
ઝાપટાં જેવા પ્રસંગો... ધારો કે


0 comments


Leave comment