1.40 - દરિયો નહીં ને / મુકેશ જોષી


પર્વતના મનમાં ન હોય કેમ ચિંતા
કુંવારી ઘરમાં છે નદીઓ
દરિયો નહીં ને કોઈ દરિયાના જેવો
જોઈએ છે જલદી મુરતિયો...

શૈશવ હતું તો વાત નોખી હતી,
ભલે ચંચળ હતી છતાં ચિંતા નો’તી
હવે યૌવનનાં પૂર, ઊઠે લહેરોમાં સૂર
એનું નીખરતું જાય રૂપ નખશિખ મધુર
એનાં અંગોમાં વહેતી મીઠાશ વિશે ચર્ચાતું
પીતાં લાગે કંઈક સદીઓ... દરિયો નહીં ને

પર્વતની વાત લઈ વાદળ તો
ઓળખાણે ઓળખાણે મૂકે પ્રસ્તાવ
સેંથીમાં રંગ એક સિંદૂરી ભરવાના
આસમાને બોલાતા ભાવ
પર્વતનો ભાર એક દીકરી અવતાર
જાણે સરવાળે વધતી આ વદીઓ... દરિયો નહીં ને


0 comments


Leave comment