57 - ઝીણું ઝીણું જીવમાં કંતાય છે / દિનેશ કાનાણી


ઝીણું ઝીણું જીવમાં કંતાય છે,
મન પછીથી કાવ્યમાં સંધાય છે !

તોરણોને ક્યાં હવે અવકાશ છે,
ધારણાઓ દ્વાર પર બંધાય છે !

માપદંડો દ્રષ્ટિના ગાયબ થતાં,
એમ દ્રશ્યો આંખમાં છંટાય છે !

તું રહેવા દે બધાયે તર્કને,
ગીત ગઝલો આજ પણ વંચાય છે

રાત પણ બસ ડોકિયું કરતી હવે,
રોજ દિવસ એટલો લંબાય છે !


0 comments


Leave comment