58 - ઠોકરો પર ઠોકરો મળશે તને / દિનેશ કાનાણી
ઠોકરો પર ઠોકરો મળશે તને,
જ્યાં જશે ત્યાં ઉંબરો મળશે તને !
પર્વતોની ઝંખનાઓ કર અને,
હાથમાં એક કાંકરો મળશે તને !
ડાળ કાપી, મ્હેક કાપી, ને હવે,
કૈં સવારે મોગરો મળશે તને !
તેં સદાય અવગણી છે વાંસળી,
સાદ કાયમ ખોખરો મળશે તને.
ને ફરે સપનાંઓ ચીંથરેહાલ થઈ,
એટલો ઉજાગરો મળશે તને !
0 comments
Leave comment