74 - મયદાનવની નગરી લાગે / હરીશ મીનાશ્રુ


મયદાનવની નગરી લાગે
અટકળ આજે અઘરી લાગે

પળપળ ચાંપે કોઈ પલીતો
જન્મારો જામગરી લાગે

ઉપર આભ નીચે ધરતી છે
પડછાયા ઘરવખરી લાગે

દંડકવનમાં શુષ્ક બોરડી
વણચાખેલી શબરી લાગે

આંસુને ઘડવા બેઠેલી
નદીઓ બહુ કામગરી લાગે

તું જો ઓઝલ, અષ્ટ પ્રહર આ
દૃષ્ટિ સાવ જ નવરી લાગે

ટગરટગર તું તાકી રહે તો
ત્રાટક કરતી ટગરી લાગે

ચકરી પાઘ જુઓ પંડિતની
ગનાનઘેરી ગઠરી લાગે


0 comments


Leave comment