50 - રંગીન ફરેબ (મુક્તક) / ગની દહીંવાલા


એ રીતે તારે ભરોસે હું જીવું છું જીવન,
જાણે પડતો કોઈ આધારને પકડી લે છે.
દિલને દઈ જાય છે એ રીતે તું રંગીન ફરેબ,
જાણે બાળક કોઈ અંગારને પકડી લે છે.


0 comments


Leave comment