51 - ઉપમા (મુક્તક) / ગની દહીંવાલા


હૃદયને આપના, પથ્થરની ઉપમા જ્યારે મેં આપી,
દ્રવ્યું પર્વતનું હૈયું, અશ્રુઓ રૂપે ઝરણ ફૂટયાં;
દુખાવી એના મનને, આપનું મન જોઈ લીધું મેં,
ખરે ચેતનની જડતા, જડનું ચેતન જોઈ લીધું મેં.


0 comments


Leave comment