53 - કલાકૃતિ (મુક્તક) / ગની દહીંવાલા


માનવ-કલાકૃતિને જરા દૂરથી જુઓ !
નજદીક આવશે તે એ ગૌરવ નહીં રહે;
નિર્મળ નજર હશે જો સરોવરનાં નીર સમ,
રહેશે ફક્ત કમળ, અને કાદવ નહીં રહે.


0 comments


Leave comment