28 - મજા / કિરણસિંહ ચૌહાણ


હાર કરતા જીતના ડરની મજા,
પ્રિયજન સાથેની ટક્કરની મજા.

દૂરથી મળવાના અવસરની મજા,
માણી લઈએ આપણા સ્તરની મજા.

ઝાડ સૂરજનેય આમંત્રી કહે,
`બેસ છાંયે, દઉં તને ઘરની મજા.'

બહાર એને શી મજા આવે પછી,
જેણે માણી હોય ભીતરની મજા.

જન્મ કે મૃત્યુનું ચિંતન છોડીને,
હું તો માણું છું રૂપાંતરની મજા.


0 comments


Leave comment