30 - થવા દો / કિરણસિંહ ચૌહાણ


હૃદયમાં વિચારોનું મંથન થવા દો,
અમી જેવા શબ્દોનું સર્જન થવા દો.

નકામા દુ:ખોનું વિસર્જન થવા દો,
હો મનગમતી પીડા તો ગુંજન થવા દો.

આ શ્વાસોની આવન ને જાવન થવા દો,
ઘડીમાં ધનિક ને અકિંચન થવા દો.

કદી અમને મળવાનું પણ મન થવા દો,
કદી આપના હૈયે સ્પંદન થવા દો.

ભલે થાય જગ આખું દુશ્મન... થવા દો,
પધારો તમે, ઘર સજીવન થવા દો.

આ આરંભ ને મધ્ય એળે ગયા પણ,
હવે ભવ્ય રીતે સમાપન થવા દો.


0 comments


Leave comment