31 - થોડાંક શ્વાસોથી / કિરણસિંહ ચૌહાણ


હવે હસવું પડે છે એમણે કાયમ પ્રયત્નોથી,
વસી ગઈ છે ગુલામી જેમના લોહીમાં વર્ષોથી.

આ મારી જિંદગી ભરચક રહી છે બે જ વાતોથી,
સમયના અટપટા પ્રશ્નો અને મારા જવાબોથી

હવે તો દૂર જઈએ દુન્યવી સઘળા રિવાજોથી,
હજી બહુ જીવવાનું છે સજન થોડાંક શ્વાસોથી.

બધીયે પાંખડી કાપી કરે છે ફૂલની ઓળખ,
ગઝલ કહે છે `બચાવી લો મને વિદ્વાન લોકોથી!'

પ્રશંસા બહુ કરી નાખી, હવે થાકી ગયા છે સૌ,
પરિચિત થાય છે લોકો હવે મારા ગુનાહોથી.


0 comments


Leave comment