34 - એ પછી શું? / કિરણસિંહ ચૌહાણ


જ્યાં સુધી અંધારની સામે લડીશું,
આપણે બસ ત્યાં સુધી જીવતા રહીશું.

યાદ તો તમને અમે ચોક્કસ કરીશું,
જ્યારે પણ કિસ્સો કોઈ નાજુક લખીશું.

એટલે તો ગોળ રાખી છે આ પૃથ્વી,
જઈશું આગળ, તે છતાં પાછા ફરીશું.

આ બધાં એવોર્ડ, ચંદ્રક, પારિતોષિક,
આ બધું પામી જશો પણ... એ પછી શું?

જો અગર મતભેદ સૌ ઉકલી ગયા હો,
તો પછી આજે બધાં સાથે જમીશું.


0 comments


Leave comment