36 - હસાવ નહિ / કિરણસિંહ ચૌહાણ


હા તિરાડ ખૂબ છે ને તું વધું પડાવ નહિ,
રોજ તૂટતા હૃદયનો એક્સ-રે કઢાવ નહિ.

તું ઘડીક સંગ દઈ આ જિંદગી સજાવ નહિ,
હો તરત જવું તો એક કામ કર, તું આવ નહિ.

રૂપ, રંગ, ગંધ, કદ બધું એ બદલી નાખશે,
તું એની લાગણીને એટલી હદે તપાવ નહિ.

એક ભવ્ય દર્દને હું માણવામાં મસ્ત છું,
સાવ તુચ્છ આ રમૂજથી મને હસાવ નહિ.

દાન આપવા ગયેલ શેઠને કહે ફકીર,
`બાદશાહમાંથી તું ખજાનચી બનાવ નહિ!'


0 comments


Leave comment