37 - શાનદાર થઈ જશે / કિરણસિંહ ચૌહાણ


આ પ્રલોભનોથી સઘળું શાનદાર થઈ જશે,
પણ હૃદયને માટે વેદના અપાર થઈ જશે.

આ સમયનું શું છે ભાઈ! એ પસાર થઈ જશે,
માત્ર થોડી રાહ જો, હવે સવાર થઈ જશે.

પિંજરે આ પંખીઓ વધુ બીમાર થઈ જશે,
મુકત થઈને જીવશે તો સારવાર થઈ જશે.

જીભને ન સાચવો તો ધારદાર થઈ જશે,
જાણ પણ થશે નહીં ને કયાંક વાર થઈ જશે.

મુખ્ય એ મટી જશે ને બસ પ્રકાર થઈ જશે,
ધોધ સંકુચિત થશે તો માત્ર ધાર થઈ જશે.


0 comments


Leave comment