41 - અરમાન નહિ આપું / કિરણસિંહ ચૌહાણ


ન પૂરું થાય એ અરમાન નહિ આપું,
હૃદયના સાગરે તોફાન નહિ આપું.

બધી વાતોને હૈયે સ્થાન નહિ આપું,
ને તારી યાદ પર વ્યાખ્યાન નહિ આપું.

હું હારીશ એમાં તો બિલકુલ નથી શંકા,
પરંતુ જીત કંઈ આસાન નહિ આપું.

તને હું સૂર આપું, શબ્દ પણ આપું,
સમજવા માટે મારી સાન નહિ આપું.

મને મારી જ એકલતાએ શિખવ્યું છે,
તને હું કોઈ પળ વેરાન નહિ આપું.


0 comments


Leave comment