1.49 - મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા.. / મુકેશ જોષી
મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા
હજુય થતું તાજાંતાજાં ગુલાબ ઊગે સરખાં
હજી તમારા રમતિયાળ એ નદીપણામાં
મારી આખી જનમકુંડળી વહેતી
મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
સ્મરણો વાવી ગુલાબજળની ખેતી
તમે આંખથી વાદળ છાંટો, હું ધારું કે બરખા... મને...
નથી સળગતો દીવો આ તો સૂરજ છે ને
સૂરજ ને હું કેમ કરીને ઠારું
કેટકેટલી માછલીઓ તરફડતી જીવે
આંખ વચાળે દરિયાથીયે ખારું
તમે બનો મંદિર, અહમ્નાં કાઢું હુંય પગરખાં... મને...
0 comments
Leave comment