1.58 - વિચાર બેઠા ટોળે / મુકેશ જોષી


‘રાત મેં કટકે કટકે કાપી’
ઝીણે અક્ષર પીડાની પુસ્તિકા વાંચી દેવા કો’કે
ઝળઝળિયાંની ઝાંખી દીવી આપી

સાંજ ડૂબી ગઈ આભ મહીં ને
આભ ડૂબ્યું આ મનમાં
કપાઈ ગયેલું ઝાડ શોધવા
ફર્યા કરું હું વનમાં
વનવગડાના દવને દીધો મનવગડા પર છાપી...

નીંદરના કટકા પર કરવા
વિચાર બેઠા ટોળે
ટોળામાં બેસીને પાછા
સમણાંઓને ખોળે
ચાર પ્રહરની રાતને જાણે ચાર જનમની માપી.

(પ્રથમ પંક્તિ : શ્રી સુરેશ દલાલ)


0 comments


Leave comment