6.18 - અમે અને તમે / સુંદરજી બેટાઈ


બોલ અમારા મિથ્યા બડબડ,
તમે બકો તે ગાણાં;
ટપલી અમ તે લાફો તમને,
તમ તડતડ તે લ્હાણાં;
અક્કલ-ઓછપ તમ તે બુદ્ધિ,
બુદ્ધિ અમારી છાણાં;
તમ અંધાપા ઉજ્જવળ દીવા,
અમે સદાના રાણા !


0 comments


Leave comment