6.19 - ચઢવા બ્હાને / સુંદરજી બેટાઈ


ચઢવા બ્હાને પડતાં, પાડતાં –
અન્યની ખેંચી બાંય;
ખેંચખેંચીમાં મૂળગી બેઠાં એ
ખોઈ આંખ્યુંની ઝાંય;
ધસે અંધાપે અવળી વાટે
ચક્કરભમ્મર થાય;
રોવાવેળ મલપતાં, જાણે
દેવદીવાળી ગાય !


0 comments


Leave comment