3 - આનન્દ અને આભાર / શિશિરે વસન્ત / સુંદરજી બેટાઈ
મારો કાવ્યસંગ્રહ ‘જ્યોતિરેખા’ સદગત પુ.નરસિંહરાવભાઈના ‘પુરોવચન’ સાથે બહાર પડેલો અને આ ‘શિશિરે વસન્ત’ મુ.રામપ્રસાદ બક્ષીના ‘અનુભાવન’ સાથે બહાર પડે છે તેથી મને ખરેખરો આનન્દ થાય છે, અને અનેકાનેક પૂર્વસંસ્કારો નવીન સંદર્ભ પ્રાપ્ત કરે છે.
છેલ્લાં લગભગ પચાસેક વર્ષની મારી કાવ્યયાત્રામાં મને પરોક્ષ તેમ જ પ્રત્યક્ષ પ્રોત્સાહન મળ્યા જ કર્યું છે; તેને હું મારા જીવનનું એક સદભાગ્ય સમજુ છું, અને તે માટે મારાં સર્વે સહૃદયોને હું કૃતજ્ઞભાવે અહીં સ્મરું છું.
મારી કૃતિઓના પ્રકાશન માટે ‘પ્રસ્થાન’, ‘સંસ્કૃતિ’ ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોએ મને જે પ્રોત્સાહન આપ્યું છે તે માટે તે સર્વેનો અને મારી પ્રકાશન સંસ્થાએ તે બધીને ગ્રન્થસ્થ કરવામાં મારી ઈચ્છાનું અનુમોદન કર્યું છે તે માટે તેનો હું ખૂબખૂબ અહીં આભાર માનું છું.
સુંદરજી બેટાઈ.
મુંબઈ
તા.૧૪/૦૨/૧૯૭૬
0 comments
Leave comment