42 - ટહુકો થઈ ગઈ / કિરણસિંહ ચૌહાણ


કલરવનો એક કિસ્સો થઈ ગઈ,
પળ પંખીનો માળો થઈ ગઈ.

બાળક જ્યાં ખોળામાં આવ્યું,
માની છાતી દરિયો થઈ ગઈ.

દૂર જતા જન્મી ફરિયાદો,
પાસ આવતાં ટહુકો થઈ ગઈ.

એક સમયની મીઠી સ્મૃતિ,
મન-માળાનો મણકો થઈ ગઈ.

પીછું ના પટકાય ધરા પર,
હવા મખમલી હિંચકો થઈ ગઈ.


0 comments


Leave comment