43 - પડકારે આવ્યો છું / કિરણસિંહ ચૌહાણ


સાવ અમસ્તો થોડો વહારે આવ્યો છું!
તેં હિંમત રાખી છે ત્યારે આવ્યો છું.

કોઈની આજીજીએ ક્યારે આવ્યો છું?
અણસારે અથવા પડકારે આવ્યો છું.

વીજળીના સઘળા ચમકારે આવ્યો છું,
ને વર્ષાના તારે તારે આવ્યો છું.

તું જાણે છે, મારી સફર બહુ લાંબી છે,
ને ઉપરથી ખડગની ધારે આવ્યો છું!

દૂષિત જળથી ભર્યા પાત્રને ખાલી કર,
અમૃત લઈને તારા દ્વારે આવ્યો છું.


0 comments


Leave comment