44 - થોભો / કિરણસિંહ ચૌહાણ


તમે ખૂબ દોડ્યા, હવે સ્હેજ થોભો,
તપાસો, પડ્યો છે હયાતીમાં ગોબો?

તમારાં જ જીવનની ક્ષણમાં છું શોધો,
અને એવી ક્ષણ તમને મળશે કરોડો.

બધાંની જ સામે પ્રગટ થઈ શકે ના,
ઘણી લાગણીનો અલગ હોય ચોકો.

તમે સહેજ રોકાઈ શકતા નથી તો,
જવા દો, જવા દો, આ પળને ન રોકો.

ગગનમાં તિમિર વચ્ચે શોભે છે ચાંદો,
અમારા હૃદયમાં તમે એમ શોભો.

ન છૂટે, ન તૂટે, ભલે કયાંક ખૂટે,
બધીયે ક્ષણોને કંઈક એમ જોડો.


0 comments


Leave comment