45 - આકાર થઈને / કિરણસિંહ ચૌહાણ


ન જીવી શકયા જેઓ ટહુકાર થઈને,
રહ્યા માત્ર માણસનો આકાર થઈને.

વધે છે આ `મદ' ખૂબ રફતાર સાથે,
કરો મંદ `મ' પર અનુસ્વાર થઈને.

બધી યાદ મીઠી નથી હોતી વ્હાલા,
મળે છે ઘણી યાદ પડકાર થઈને.

જે મનથી સુખી હોય એનાં જીવનમાં,
સમય રોજ આવે છે તહેવાર થઈને.

રહ્યું એક આંસુ આ પાંપણને વળગી,
આ સૂકાતી આંખોનો શણગાર થઈને.


0 comments


Leave comment