46 - જાગે છે / કિરણસિંહ ચૌહાણ


કેવી તકલાદી હિંમતને તું છાતીમાં રાખે છે,
જોખમ જેવું લાગે ત્યાં તો મુઠ્ઠીવાળી ભાગે છે.

એવા લોકોથી હું કાયમ બહુ ચેતીને ચાલું છું,
જે ભૂલવાના અભિનય સાથે સઘળું મનમાં રાખે છે.

લાશ બનીને પથારી વચ્ચે પડ્યા રહે છે આખી રાત,
ઝભ્ભા સાથે જાતને જેઓ ખીંટી ઉપર ટાંગે છે.

સમાવવાનો આખો દરિયો એક નાનકડા ખોબામાં,
જીવનનો છે મર્મ આટલો, જાણે છે જે જાગે છે.


0 comments


Leave comment