47 - સરહદ નથી / કિરણસિંહ ચૌહાણ


નાનું-મોટું કોઈ એવું પદ નથી,
આપણાં સામર્થ્યને કોઈ હદ નથી.

સહેજ પણ આળસ તને ના પરવડે,
દોસ્ત, પયગંબર છે તું, કાસદ નથી.

સઘળે પહોંચે છે વિચારો આપણા,
સારું છે એને કોઈ સરહદ નથી.

એટલી પણ વ્યસ્તતા શા કામની?
જીવવાની પણ અગર ફુરસદ નથી!


0 comments


Leave comment