48 - એ કહો / કિરણસિંહ ચૌહાણ


સાવ અધ્ધર થઈ શકો છો? એ કહો,
તોય પગભર રહી શકો છો? એ કહો.

રોજ ઘટના થઈને જીવો છો તમે,
એક અવસર થઈ શકો છો? એ કહો.

દોસ્ત, સઘળે પહોંચવાની લ્હાયમાં,
કયાં સમયસર જઈ શકો છો? એ કહો.

એક ઘા કરવો જરૂરી છે છતાં,
એક પથ્થર લઈ શકો છો? એ કહો.

બોલવાનો શોખ હો કે ટેવ હો,
કૈંક નક્કર કહી શકો છો? એ કહો.


0 comments


Leave comment