51 - ચાલ્યા / કિરણસિંહ ચૌહાણ


મૌન રહી બસ નજર કરી ચાલ્યા,
વાત બહુ માપસર કરી ચાલ્યા.

સંગ થોડી સફર કરી ચાલ્યા,
ખાલીપો તરબતર કરી ચાલ્યા.

યાદનું એક ઘર કરી ચાલ્યા,
આ હયાતી અમર કરી ચાલ્યા.

થોડાં ટહુકા અસર કરી ચાલ્યા,
ભવ્ય આખું નગર કરી ચાલ્યા.

બસ નિસાસાથી પર કરી ચાલ્યા,
ને ગઝલ માતબર કરી ચાલ્યા.


0 comments


Leave comment