52 - મળવું છે / કિરણસિંહ ચૌહાણ


નક્કી હો કે કયાં જવાનું છે,
ત્યારે સમજાશે ગતિ શું છે!

છે સફર ભીતર તો શી અડચણ?
આ જગત તો બહાર ઊભું છે!

બંબિને મેં એટલું કીધું,
આયનાની બહાર મળવું છે.

આપણે એને નવું રાખ્યું,
બાકી તો આ વિશ્વ જૂનું છે.

બ્રહ્મ છોડી ભ્રમ સુધી આવ્યા,
શું હજી નીચે ઉતરવું છે?


0 comments


Leave comment