42 - વા’ણા વહી જશે / દલપત પઢિયાર


અધવચ, અજલે મજલે વા’ણા વહી જશે
એકલાં ટોળે વળિયાં એકલાં વીખરાયાં રે, અટકાવો –
અધવચ, અજલેમજલે...

નખમાં ચીતરેલી વાડી, સૈયર છાંયો લાગે રે,
અમે અદલે બદલે ઊગતાં જવારા રે, વધાવો –
અધવચ, અજલેમજલે...

સૈયર ! ચેર્યે ચડું ને ચંપે ઊતરું રે,
અમે અડીએ ઘડીએ ઊઘલ્યાં અંધારાં રે, અંજવાળો –
અધવચ, અજલેમજલે...

ભરિયાં ચંદન તળાવ, લેર્યો ઊંઘ લાવે રે,
અમે તાંબાકુંડીએ જળના ઉતારા રે છલકાવો –
અધવચ, અજલેમજલે વા’ણા વહી જશે.


0 comments


Leave comment